જીવવા બંધાયો

ઝીંદગીની રાહમાં ડગ માંડવા એની સાથે મંડાયો છુ ,

દરેક પળમાં સાથ આપવા એની સાથે જોડાયો છું ;

 

લાગણી ના તાંતણાથી એની સાથે વણાયો છું

વિશ્વાસ ની દોર થી એની સાથે જકડાયો છું

 

મીઠી વાતો સાંભળવા એની સાથે ભીંજાયો છું ,

મીઠું સ્મિત જોવા એની સાથે ઘવાયો છું ,

 

ખુશી વધારવા એની સાથે છવાયો છું

ગમ ઘટાડવા એની સાથે દુખાયો છું

 

હર પળ ખુશ જોવા એની સાથે બદલાયો છું

ગુમશુદા ઝીંદગી જીવવા એની સાથે બંધાયો છું

હાસ્યનું રહસ્ય .

કેવા-કેવા ઈશારા કરી માંગે ઈ તો ભીખ ,

દોઢ ફૂટનું બાળક જોઈ મળે કંઈક શીખ ;

ફાટલું તુટલું બુશર્ટ તેનું  ઠિગળાળું છે પેન્ટ ,

જોઈ માસુમિયત આપે સૌ કોઈ દસની નોટ;

રસ્તા પર દોડી હાથ પકડી કરે કેવો ઈશારો ,

જતા આવતા સૌ કોઈ ને લાગે ઈ બિચારો ;

કોઈ મોઢું ફેરવેને, મારે ધકો. તોય મુખડુ મલ્કાવતો ,

હાથ ખંખેરી ઉભો થતો વાટકો લઇ હૃદય હરકાવતો ;

કોઈ આપે કે ,ન આપે રહેતું મુખ પર અતુંલ્ય હાસ્ય ,

‘ગુમશુદા’ ઈચ્છા થાય છે. જાણવાની એનુ આ રહસ્ય ;

આપવીતી

સ્થિંતિ હતીં વસમી જ્યારે હતું ન પાસે કંઈ ગુમાવવા

માગવા જતા પારકા થઇ પોતાના નીકળી જાય છેં.

 

ઠોકર ખાતો દુનિયાની ભટકતો અહીં તહીં

પોતાના જ પાસે આવી ધુત્કારી નીકળી જાય છેં.

 

દુનિયા સામે ખોટો મોભો લઇ વાતો કરતા લોભામણી

વખત આવતાજ દુર્જનની જેમ સ્વજન નીકળી જાય છેં.

 

વલખા મારી ભટકતો ચારેકોર માંગતો હતોં કઈ પામવા

નસીબના ખેલ કેવા? સૌ હાથતાળી દઈ નીકળી જાય છેં.

 

‘ગુમશુદા’ લખતા આપવીતી ની વાતો ભીંજાયો છે કાગળ

કલમ શું કરે. જયારે શબ્દો પણ ભીનાં નીકળી જાય છેં.

તારી સુંદરતા!!!

પહેલી નજરમાં જોતા તારા રૂપ પર થયો હાવી,

લાગ્યું કેમ હવે તો તુજ છે મારુ ભાવી;

પ્રકૃતિથી પણ સુંદર એ રૂપ તારું,

જોતા જેણે મન મોહી લીધું છે મારુ;

તારા ચહેરાની કેવી તે છે ઈ નિખાલસતા,

જેને જોઈ હું ભૂલ્યો છુ સભ્યતા;

કેવી છે તારી આંખોની  નમી,

જોતા જે  લાગે છે પવિત્ર અમી;

તારા ગાલ પરનું એ મીઠકડું હાસ્ય,

જેને જોતા જ દેખાયું છે એમાં મારુ ભાગ્ય;

કેવી તે તારી સુંદરતાની અજીબ ખુશનુમાં,

જેને હું ન વર્ણવી શકુ મારા શબ્દમાં;

ખબર પડી જ્યારે કે તું ‘ તો  છે કોઈ બીજાની અમાનત,

હવે શું હોય બીજું , હું રહીશ તારા પ્રેમ થી અનામત;