આવ્યો છે! વરસાદ

ધરા કેરા મિલન માટે મુસાફિર બનીને આવ્યો છે! વરસાદ

માટીમાં ભળવા માટે સોડમ બનીને આવ્યો છે! વરસાદ

બાળકો ભીનજવવા  મસ્તીખોર બનીને આવ્યો છે! વરસાદ

વડીલો માટે  આશીર્વાદ બનીને આવ્યો છે! વરસાદ

ગરીબો માટે બેઘર બનીને આવ્યો છે! વરસાદ

અમીરો માટે મહેફિલ બનીને આવ્યો છે! વરસાદ

પ્રેમીઓ માટે ભુલાયેલા સ્મરણો બનીને આવ્યો છે! વરસાદ

દોસ્તો માટે વીતેલું બાળપણ બનીને આવ્યો છે! વરસાદ

ખેડુતો માટે કામકાજ બનીને આવ્યો છે! વરસાદ

વેપારી માટે નવરાશ બનીને આવ્યો છે! વરસાદ

દરિયા માટે ખારું નીર બનીને આવ્યો છે! વરસાદ

ગંગા માટે ગંગાજળ બનીને આવ્યો છે! વરસાદ

આજે તો ઈ મન મૂકીને વરસવા આવ્યો છે! વરસાદ

‘ગુમશુદા’ તારા માટે ગઝલ બનીને આવ્યો છે! વરસાદ

બેવફાઈ નો રંગ

તમે ઠેસ કેવી પહોંચાડી હશે એ વખતે મને

કે તમે સામા મળ્યા તો પણ નજર મેળવી ના શક્યો.

તમે કાળજું કેવું બાળ્યું હશે મારુ

કે તમને હસતા જોઈ હુ હસી ના શક્યો.

તમે કેવો તે દર્દ આપ્યો હશે એકલતા નો

કે તમને રડતાં જોઈ હુ રડી ના શક્યો.

તમે કેવો તે રંગ લગાવ્યો હશે બેવફાઈ નો

કે તમને જતા જોઈ હું રોકી ના શક્યો.

એ ભરી મહેફિલમાં તો પાછળ જ  હતો તમારી

છતાં પણ હિમ્મત કરી તમને બોલાવી ના શક્યો.

આજ પણ એક જ સવાલ છે મારા મનમાં

કે કેમ એ દિવસે તમને મારા મનની લાગણી કહી ના શક્યો.

લોકો કહે છે. એવું તે શું જાદુ કર્યું હશે ? તમે

કે આજ પણ  ‘ગુમશુદા’ તમારો ભૂતકાળ ભૂસી ના શક્યો.

 

હોળી નો રંગ

પાણીની પિચકારી લઇ હાથમાં રંગની થેલીના સંગમાં,

ટુકડી ઉપડી રંગવા સૌને આ હોળી કેરા રંગમાં…

વ્રુધો બાળકો ને યુવાન આજ છે ફૂલ ગેલમાં,

લાગે છે આજે સૌ કોઈ રમશે આ હોળી કેરા રંગમાં…

નાત-જાત ભૂલી ને આજે સૌ કોઈ છે આનંદમાં,

મનની કડવાશ ભૂલી સૌ કોઈ રમશે આ હોળી કેરા રંગમાં…

રંગથી રંગાયેલા છે સૌના ચહેરા છતાં છે સૌ કોઈ મસ્તીમાં,

ભીડભાડમાં ‘શ્રી’ તને શોધતો તારા હાથે રંગવા આ હોળી કેરા રંગમાં…

ઝીંદગી ની રમત

ઝીંદગીની અનેરી પગદંડીમાં માનવ મળ્યા અનેક

હવે તો ખોટા સાથે પણ સાચા થતા આવડી ગ્યું છે.

જોયા છે આ મુસાફરી માં અનેક વળાંક

હવે તો દુઃખ માં પણ હસતા આવડી ગ્યું છે.

સમજતા સમજતા આ ઝિંદગીના પાસા

હવે તો પોતાને પણ પાસા ફેકતા આવડી ગ્યું છે.

ઝીદગીમાં કેટલા જોયા છે ચઢાણ-ઉતાર

હવે તો સમય સાથે ઢળતા આવડી ગ્યું છે.

હવે તો નથી ફેર પડતો દુઃખ હોય કે સુખ, ખુશી હોય કે ગમ

ઝીદગી ની આ અદભૂત રમતમાં

હવે તો લાગણીઓ ને લખતા આવડી ગ્યું છે.

તને જોવા નો મોકો

પતંગ ઉડાવવા લોકોને રાહ હતી પવનના એક ઝોકાની,

પણ મને તો રાહ હતી અગાસી પર તને જોવાના એક મોકાની ;

રંગબેરંગી પતંગોથી  સજેલું આ અનેરું અવકાશ,

પણ તને જોતા જ હું થઇ જતો શૂન્યાવકાશ ;

પતંગ ઉચે ઉચે ઉડતો અને આખા આકાશમાં વિહરતો,

પણ બધું મૂકી હું તો ફક્ત તને જ નિહારતો ;

કાલથી નય હોય આકાશમાં રંગબેરંગી પતંગો,

પણ મારા હૃદયમાં હશે ફક્ત તારા જ તરંગો ;

ગામડા ની સવાર

કુદરત ના ખોળાની ઈ-પ્રભાત,

ગામડાની અદભુત કેવી છે  ઈ-સવાર;

છાશ કેરા વલોણા નો ઈ-અવાજ,

પક્ષીઓ નો કેવો છે ઈ-શૌરબકોર;

મંદિર કેરા નગારાનો ઈ-રણકાર,

નદીના વહેણ નો કેવો છે ઈ-–ખળખળાટ;

ઉડી રહેલા ભમરા નો ઈ-ગણગણાટ,

ખેતરમાં કાબરનો કેવો છે ઈ-કિલકિલાટ;

શિયાળુ ઠંડા પવન નો ઈ-સડસડાટ,

ચુલામાં બળી રહેલ લાકડા નો કેવો છે ઈ-તડતડાટ;

બાળપણ મારુ !

યાદ કરતો બાળપણ જ્યારે

અદભૂત લાગતું ઈ

આખું વર્ષ રાહ જોતો જન્મદિનની

જ્યારે આવે જન્મદિનની તારીખ

મળતી છુટ્ટી સ્કૂલ યુનિફોર્મની

કોઈ લેશન જોતું નહિ કે;

કોઈ ખીજ્વાતું નહિ એ દિવસે

આખા ક્લાસમાં ચોકલેટ વહેચતો

પહોચતો જ્યારે  તારી પાસે ;

હાથમાં તારા ચોકલેટ દઈને

આગળ વધતો  જ્યારે !

કોણ જાણે કેમ પાછળ ફરીફરી બસ તને જ જોતો ?

નથી ખબર પડી કે કેમ નિહારતો તને.

આજ પણ જ્યારે જન્મદિન આવતો મારો

ત્યારે અચૂક યાદ કરતો તને

આંખો બંધ કરી આજ પણ નિહારતો રહેતો તને જ….. !!!!!!

ઝીંદગી મારી!

મોજ મસ્તી થી ચાલતી;

સીધી સાદી ઝીંદગી મારી!

વળાંક આવ્યો ઈ કેવો;

જેણે બદલી નાખી ઝીંદગી મારી!

કોણ જાણે ક્યાંથી મળી તું;

જ્યાર થી મળી તું સ્વર્ગ લાગી ઝીંદગી મારી!

વિધ વિધ રંગ ભરીને તે મારા માં;

રંગબેરંગી બનાવી ઝીંદગી મારી!

રહેતા હવે તારી સાથે લાગ્યું મને એવું;

કે તુજ બસ હવે ઝીંદગી મારી!

આ તે શું થયું તને ? કેમ છોડી ચાલી તું;

પળવાર માં કોરી થઈ ગઈ ઝીંદગી મારી!

યાદ આવે તારી જ્યારે બસ યાદ કરતો તને;

તું આવીશ એમ રાહ જોવે ઝીંદગી મારી!

બસ માંગી રહ્યો છુ તમને

શીતળ પવન માં તમારા સ્પર્શ ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;

રણના મૃગજળ માં તમારું મુખ ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;

વરસતી વાદળી માં તમારા હાસ્ય ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;

ભીંજાયેલી ઘરતી માં તમારી સુગંધ ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;

હજુ પણ એકલતા માં તમારી યાદ ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;