બાળપણ મારુ !

યાદ કરતો બાળપણ જ્યારે

અદભૂત લાગતું ઈ

આખું વર્ષ રાહ જોતો જન્મદિનની

જ્યારે આવે જન્મદિનની તારીખ

મળતી છુટ્ટી સ્કૂલ યુનિફોર્મની

કોઈ લેશન જોતું નહિ કે;

કોઈ ખીજ્વાતું નહિ એ દિવસે

આખા ક્લાસમાં ચોકલેટ વહેચતો

પહોચતો જ્યારે  તારી પાસે ;

હાથમાં તારા ચોકલેટ દઈને

આગળ વધતો  જ્યારે !

કોણ જાણે કેમ પાછળ ફરીફરી બસ તને જ જોતો ?

નથી ખબર પડી કે કેમ નિહારતો તને.

આજ પણ જ્યારે જન્મદિન આવતો મારો

ત્યારે અચૂક યાદ કરતો તને

આંખો બંધ કરી આજ પણ નિહારતો રહેતો તને જ….. !!!!!!

ઝીંદગી મારી!

મોજ મસ્તી થી ચાલતી;

સીધી સાદી ઝીંદગી મારી!

વળાંક આવ્યો ઈ કેવો;

જેણે બદલી નાખી ઝીંદગી મારી!

કોણ જાણે ક્યાંથી મળી તું;

જ્યાર થી મળી તું સ્વર્ગ લાગી ઝીંદગી મારી!

વિધ વિધ રંગ ભરીને તે મારા માં;

રંગબેરંગી બનાવી ઝીંદગી મારી!

રહેતા હવે તારી સાથે લાગ્યું મને એવું;

કે તુજ બસ હવે ઝીંદગી મારી!

આ તે શું થયું તને ? કેમ છોડી ચાલી તું;

પળવાર માં કોરી થઈ ગઈ ઝીંદગી મારી!

યાદ આવે તારી જ્યારે બસ યાદ કરતો તને;

તું આવીશ એમ રાહ જોવે ઝીંદગી મારી!

બસ માંગી રહ્યો છુ તમને

શીતળ પવન માં તમારા સ્પર્શ ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;

રણના મૃગજળ માં તમારું મુખ ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;

વરસતી વાદળી માં તમારા હાસ્ય ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;

ભીંજાયેલી ઘરતી માં તમારી સુગંધ ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;

હજુ પણ એકલતા માં તમારી યાદ ને નીહાળતો ,

બસ માંગી રહ્યો છુ તમને … હું ;