ઝીંદગીની રાહમાં ડગ માંડવા એની સાથે મંડાયો છુ ,
દરેક પળમાં સાથ આપવા એની સાથે જોડાયો છું ;
લાગણી ના તાંતણાથી એની સાથે વણાયો છું
વિશ્વાસ ની દોર થી એની સાથે જકડાયો છું
મીઠી વાતો સાંભળવા એની સાથે ભીંજાયો છું ,
મીઠું સ્મિત જોવા એની સાથે ઘવાયો છું ,
ખુશી વધારવા એની સાથે છવાયો છું
ગમ ઘટાડવા એની સાથે દુખાયો છું
હર પળ ખુશ જોવા એની સાથે બદલાયો છું
‘ગુમશુદા’ ઝીંદગી જીવવા એની સાથે બંધાયો છું